શું તમે જાણો છો? કેમ ભારતીય પોતાનો દેશ છોડી દેવા માંગે છે- જાણો અહીં।..

Spread the love

ભારતનું યુવા ધન વિદેશોમાં કાયમ માટે પલાયન કરી રહ્યું છે. યુવાનોને ભારતમાં પોતાનું ભવિષ્ય દેખાતું નથી. જેથી સારા ભવિષ્યના ઘડતર માટે યુવાનોમાં વિદેશ જવાનો ક્રેઝ ખુબ ઝડપી રીતે ફેલાઈ રહ્યો છે. અમેરિકામાં વર્ષ 2014થી 7 હજાર મહિલાઓ સહિત 22 હજારથી વધારે ભારતીયોએ શરણ માટે અરજી કરી છે. આ જાણકારી એક ઓફિસશિયલ આંકડામાં સામે આવી છે. ‘નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશન’ (NAPA)ના કાર્યકારી નિર્દેશક સતનામ સિંહ ચહલે જણાવ્યુ કે, ભારતીયોનું અમેરિકામાં શરણ માંગવાનું કારણ ‘ભારતમાં બેરોજગારી અથવા અસહિષ્ણુતા અથવા બંને હોઈ શકે છે.’

22,371 ભારતીયોએ અરજી કરી શરણ માંગી

NAPAએ સૂચનાની સ્વતંત્રતા કાયદો (એફઓઆઈએ) અંતર્ગત ‘યૂએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસેજ નેશનલ રેકોર્ડ સેન્ટર’થી હાંસલ કરેલી જાણકારી અનુસાર, વર્ષ 2014થી 22,371 ભારતીયોએ અમેરિકામાં શરણ માંગી છે. ચહલે જણાવ્યુ કે, આ આંકડો ‘ગંભીર ચિંતા’નો વિષય છે. તેમણે જણાવ્યુ કે, શરણ માંગનારા કુલ ભારતીયોમાં 15,436 પુરુષ અને 6,935 મહિલાઓ સામેલ છે.

અમેરિકા માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા માટે શરણ માંગનારાની પ્રક્રિયા તેમની મુશ્કેલીઓ વધારી શકે છે.

તેમણે જણાવ્યુ કે, અમેરિકામાં પ્રવેશ કર્યા બાદ તેમનામાંથી અનેક લોકો ખાનગી એટર્નીની સેવાઓ લે છે જે એવી ફીસની માંગ કરે છે જે તેઓ ચુકવી શકતા નથી. તે સિવાય એવા લોકો પણ છે જેમને વકીલ તો મળી જાય છે પરંતુ સમગ્ર પ્રક્રિયા તણાવ ભર્યુ હોઈ શકે છે કારણ કે, અરજી જમા કર્યાના કેટલાક મહિના સુધી તેમને કામ કરવાની પરમિટ પ્રાપ્ત નથી કરી શકતા. સિંહે જણાવ્યુ કે, જે ભારતીયો અમેરિકા આવવા માંગે છે તેમને દેશમાં કાયદાકીય રીતે પ્રવેશ કરવુ જોઈએ જેથી તેઓ મુશ્કેલીથી બચી શકે છે.

જણાવી દઈએ કે, આ મહિનાની શરૂઆતમાં 311 ભારતીયોને અમેરિકામાં પ્રવેશ કરવા માટે દેશમાં ગેરકારયદેસર રીતે ઘુષણખોરી કરવાના કારણે પરત મોકલી દીધા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *