એક 17 વર્ષીય પાંડેસરામાં સ્કુલેથી ઘરે આવ્યા બાદ ફાંસો ખાઇ લીધો, જાણો તેની પાછળ કારણ

Spread the love

નવી સિવિલ અને પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં કર્મયાગી સાસાયટીમાં રહેતો 17વષીૅય રાજ લાલચંદ સોની આજે સાંજે પાંડેસરાની શાળાએથી ઘરે આવ્યો હતો.બાદમાં તેણે ઘરમાં હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઇ લીધો હતો. પોલીસ સુત્રો કહયુ કે રાજ મુળ ઉતરપ્રદેશનો વતનીહતો.તે પાંડેસરાની શ્રી ગુરૃકૃપૉ વિધા સંકુલમાં ધો.12 કોર્મસમાં અભ્યાસ કરતો હતો. તેેના પિતા સિલાઇ કામ અર્થે ગયા હતા. તેની માતા અને તેનો નાનો ભાઇ પાંડેસરામાં સંબંધીના ઘરે ગયા હતા. તે ઘરે એકલો હતો.ત્યારે કોઇ કારણસર આ પગલુ ભર્યુ હતુ.

તેનો મોટો ભાઇ સાંજે ઘરે આવ્યો ત્યારે તે ફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોકી ગયો હતો.બાદમાં તેણે આજુ બાજુ લોકોને જાણ કરતા તરત દોડી આવ્યા હતા.કોઇએ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરીને તેના મૃતદેહને નવી સિવિલખાતે લાવ્યા હતા. તેમના સંબંધીએ જણાવ્યુ કે સ્કુલેથી આવ્યા બાદ પગલુ ભર્યુ હોવાથી સ્કુલ કે કોઇ અન્ય કારણ હોવાની શકયતા છે.આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *