જાણો સુરત ની આ સાયણની દુકાનમાં 83 પાર્સલમાં મુકેલો રૂ.10 લાખનો ગાંજાનો જથ્થો પકડાયો.

Spread the love

ઓલપાડ તાલુકાનાં સાયણ ગામે શુગર ફેક્ટરી જતાં રોડ પર જગન્નાથ રેસીડેન્સીની દુકાનમાંથી પોલીસે રૂ.૧૦ લાખનો ૧૬૬.૬૫૮ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પડયો હતો. ગાડીમાં ગાંજાના ૮૩ પાર્સલ મુકી જનારા બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ઓલપાડના પીએસઆઈ એસ.ડી.ધોબીને બાતમી મળતા એસઓજીની ટીમની સાથે મંગળવારે સાંજે સાયણ ગામે રેડ કરી હતી. સાયણ શુગર ફેક્ટરી જતાં રોડ પર આવેલી જગન્નાથ રેસીડેન્સી ખાતે આવેલી દુકાનમાં એક દુકાનનું શટર અડધું ખુલ્લુ હતું. જે શટર ખોલીને પોલીસની ટીમ અંદર જતાં એક શખ્સ ખુરશી પર બેઠેલો હતો. પોલીસે કાન્હુ જુગલ ગૌડા (ઉ.વ.૪૦, હાલ રહે-જગન્નાથ એપાર્ટમેન્ટ, સાયણ, તા.ઓલપાડ, મૂળ રહે.દેવભૂમિ જગન્નાથપલ્લી, થાણા-આસ્કા જિ.ગંજામ, ઓરિસ્સા)ને પકડી લઈ દુકાનની તલાસી લેતા ૮૩ નંગ પાર્સલમાં કુલ ૧૬૬.૬૫૮ કિલોગ્રામ ગાંજો કિંમત રૂ.૯,૯૯.૯૪૮નો જથ્થો મળી આવતા એફએસએલ અધિકારીને જાણ કરી હતી.

એફએસએલ અધિકારીએ નશો કરવા વપરાતા ગાંજો હોવાનો રિપોર્ટ આપતા પોલીસે કાન્હુ ગૌડાની પુછતાછ કરતાં સાયણ ગામે દેલાડ ચોકડી નજીક રહેતા માંગુ (મૂળ રહે-આસ્કા, જિ-ગંજામ,ઓરિસ્સા) અને અજાણ્યો શખ્સ તા.૨૯મીને સોમવારે રાત્રે ૧૧ વાગે ફોર વ્હીલ ગાડીમાં આવી તમામ ૮૩ નંગ પાર્સલ મુકી ગયા હતા.અને આ પાર્સલ અમો પાછા લેવા આવીશું, ત્યાં સુધી સાચવજે તેમ કહીને પૈસા આપવાની વાત કરી ગયા હોવાની કબુલાત કરી હતી.

પોલીસે ગાંજાના તમામ જથ્થા સાથે કુલ રૂ.૧૦,૦૦,૪૪૮નો મુદ્દામાલ કબ્જે કરી કાન્હુ ગૌડાની ધરપકડ કરી માંગુ અને અજાણ્યા શખ્સને વોન્ટેડ બતાવી ઓલપાડ પોલીસમાં ગુનો નોંધી મોબાઇલ નંબરો આધારે વધુ તપાસ એલસીબી પીએસઆઈ જે.એસ.કંડોરીયાએ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *