સુરેન્દ્રનગર : તેજ રફ્તારએ જતી કાર ફંગોળાઈ, બેનાં મોત બે ઘાયલ.

Spread the love

ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર પલ્ટી, ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા (અહેવાલ રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર)

વાહનચાલકો ડ્રાઇવિંગ સમયે થોડી ચુક વર્તે તેનો ભોગ પેસેન્જરો બનતા હોય છે. આવો જ એક બનાવ સુરેન્દ્રનગરમાં બન્યો છે જેમાં ચાલકની ભુલના કારણે બે લોકોના મોત થયા છે. સુરેન્દ્રનગરના લખતર કોઠારીયા પાસે ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા તેજગતિએ જતી કાર પલ્ટી ગઈ હતી. આ ઘટનામાં બે વ્યક્તિનાં મોત થયા છે.

લખતર કોઠારીયા રોડ પર થયેલા અકસ્માતમાં મારૂતીની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારનું બોનેટ જમણી બાજુથી ભુક્કો બોલી ગું હતું લખતર કોઠારીયા રોડ પર થયેલા અકસ્માતમાં મારૂતીની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારનું બોનેટ જમણી બાજુથી ભુક્કો બોલી ગયુ હતું

લખતર કોઠારિયા પાસે આજે સવારે એક અલ્ટો કાર પલ્ટી ગઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા જેમાંથી બેનાં મોત થયા હતા જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સી.યુ શાહ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સુરેન્દ્રનગરની સી.યુ શાહ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. કારમાં પુરૂષો અને મહિલા પણ સવાર હતા.ઇજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *