ગુજરાત ની R.T.O.ઓ માં થશે હવે લાઇસન્સ મેળવવા અઘરા અને થવું પડશે,કપરા ચઢાણમાંથી પસાર।

Spread the love

હવે આરટીઓ કચેરીમાં ટુવ્હીલર સહિતના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવુ હશે તો ઇનોવેટિવ ડ્રાઇવીંગ ટેસ્ટીંગ સિસ્ટમમાં પાસ થવુ પડશે. આ સિસ્ટમ થકી વાહનચાલકની ડ્રાઇવીંગ કુશળતા નક્કી કરાશે તે આધારે ડ્રાઇવીંગ લાયસન્સ આપવામાં આવશે. પૂના સિૃથત સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટે ગુજરાતની આરટીઓ કચેરીમાં આ સિસ્ટમ આધારિત ઓટોમેટેડ ટ્રેક બનાવશે.રાજ્યના વાહન વ્યવહાર વિભાગે સીઇઆરટી સાથે આ મુદ્દે કરાર કર્યાં છે.

ગુજરાતમાં અત્યારે આરટીઓ કચેરીમાં સેન્સર બેઝ ટ્રેક પર ડ્રાઇવીંગ ટેસ્ટ લેવામાં આવે છે. રાજ્યમા મોટાભાગની આરટીઓ કચેરીમાં આ પ્રકારના ટ્રેક ઉભા કરાયાં છે. હવે આરટીઓ કચેરીમાં એક નવી ટેકનોલોજી-હાઇફાઇ કેમેરા બેઝ સિસ્ટમથી સજ્જ ટ્રેક પર ડ્રાઇવીંગના ટેસ્ટ લેવામાં આવશે. અત્યારે આ સિસ્ટમને કારણે ડ્રાઇવીંગ ટેસ્ટનો સમય વ્યક્તિ થાય છે સાથે પારદર્શકતા નથી.

સૂત્રોના મતે, હવે ઇનોવેટીવ ડ્રાઇવીંગ ટેસ્ટીંગ સ્કીલ સિસ્ટમ દ્વારા આધુનિક કેમેરાથી સજ્જ ટ્રેક પરથી ડ્રાઇવીંગનો ટેસ્ટ લેવામાં આવશે. પૂનાની સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ રોડ ટ્રાન્સપોર્ટે આ સિસ્ટમ બનાવી છે.રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીએ સીઇઆરટી સાથે કરાર કરીને આખાય રાજ્યની આરટીઓ કચેરીમાં લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતા ટ્રેક બનાવવા કામગીરી સોંપી છે. આ મુદ્દે ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *