બ્લૂ વ્હેલ ગેમે લીધો હજુ એક જીવ, લેવલ પુરા કરવા પુણેના યુવકે કરી આત્મહત્યા.

Spread the love

મહારાષ્ટ્રના પુણેમાં એક યુવકે ઓનલાઈન ગેમ બ્લૂ વ્હેલમાં પોતાનો ટાસ્ક પૂર્ણ કરવાના ચક્કરમાં આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની સૂચના મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકના શવને કબ્જામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસના શરૂઆતી તપાસમાં જાણવા મળ્યું કે, તે બ્લૂ વ્હેલ ગેમ રમવાનો આદી હતો. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મૃતક યુવકની ઓળખ દિવાકર માલી તરીકે કરી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, યુવકે પોતાને ફાંસી લગાવતા પહેલા એક નોટ પણ લખી હતી.

માલીએ તેમાં લખ્યું કે, બ્લેક પેન્થર જે પહેલા એક વાડામાં હતો હવે આઝાદ છે, હવે કોઈપણ પ્રકારની રોક-ટોક નથી. રિપોર્ટ અનુસાર, ઓનલાઈન ગેમમાં આપવામાં આવેલા ટાસ્કે તેને આવું કરવા માટે પ્રેરિત કર્યો. માલી પોતાના આ ગેમનો બ્લેક પેન્થર માનતો હતો. ઉલ્લેખનીય છે કે, થોડાં સમય પહેલા જ બ્લૂ વ્હેલ ગેમનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેટના માધ્યમથી કમ્પ્યૂટર આધારિત બ્લૂ વ્હેલ ગેમ ડાયરેક્ટલી બાળકોને પોતાનો નિશાનો બનાવી રહી છે.

આ ગેમમાં ટાસ્ક પૂર્ણ કરવા માટે બાળકોને પોતાને જ હાનિ પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જેની છેલ્લા ચેલેન્જ આત્મહત્યા છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ આંકડાઓ અનુસાર, આ ગેમ અત્યારસુધીમાં 100 કરતા પણ વધુ બાળકોના મૃત્યુનું કારણ બની ચુકી છે.

જો બાળક ગેમ છોડવા માગે તો એડમિનિસ્ટ્રેટર વ્યક્તિગત જાણકારીને જાહેર કરી દેવાની કે પછી તેના પરિવારના હાનિ પહોંચાડવાની ધમકી આપે છે. જ્યારે 50મો દિવસ આવે છે, તો ક્યૂરેટર, ગેમ રમનારને આત્મહત્યા કરવા સુધીનો નિર્દેશ આપે છે. આથી, ઈન્ટરનેટનો ઉપયોગ કરતા બાળકોના માતા-પિતાએ તેમના પર ખાસ નજર રાખવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *