લો બોલો, હવે ભેંસો પણ સુરક્ષિત નથી: ભેંસોનું અપહરણ કરીને માલિક પાસેથી ખંડણીમાં માગ્યા લાખો રૂપિયા

Spread the love

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં અપહરણની એક ગજબ ઘટના સામે આવી છે. ઉજ્જૈનમાં કોઇ માણસનું નહીં પણ ભેંસના અપહરણની ઘટના બની છે, અને તે પણ પહેલી વાર નહીં બીજી વાર. અપહરણકારોએ આ વખતે ભેંસના માલિક પાસેથી પહેલા કરતા પણ વધારે રકમ માંગી છે.

ઉજ્જૈનની રહેવાસી મહિલા અંગુરબાલા હાડાને મોડી રાત્રે ફોન આવ્યો કે તેની ભેંસનું અપહરણ કર્યુ છે અને આ વખતે તેમને પહેલા કરતા પણ વધારે પૈસા જૈઇએ છે. અંગુરબાલા હાડા એક ડેરીની માલિક છે અને તેની પાસે મુર્રાહ જાતિની ઘણી ભેંસો છે.

આ એક ભેંસની કિંમત એકથી બે લાખ સુધીની હોય છે. અંગુરબાલાએ જણાવ્યુ કે આ પહેલા પણ ગુંડાઓએ તેમની ભેંસોનું અપહરણ કર્યુ હતું. ત્યારે તેણે ભેસને છોડાવવા માટે 1 લાખ 35 હજાર રૂપિયા આપ્યા હતાં. બરાબર એક વર્ષ બાદ ફરીથી 28 જુલાઇના રોજ તેની ચાર ભેંસો ગુમ થઇ છે.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે ગામોમાં આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. લોકો ફરિયાદ નોંધાવવા ઓછા આવે છે અને અંદરોઅંદર સેટલમેન્ટ કરી લે છે. આ કેસની તપાસ ચાલી રહી છે. કોલ રેકોર્ડના આધારે અપહરણકારોને પકડી લેવાશે.

સીસીટીવી કેમેરામાં જોયું તો કેટલાક લોકો ભેંસોને લઇ જતાં નજરે પડયા છે. તેણે જુના સુત્રો પાસેથી જાણકારી મેળવી તો ખબર પડી કે આ વખતે પણ તે જ લોકોેએ ભેંસોનું અપહરણ કર્યુ છે. આ વખતે અપહરણકારોની વાત માનવાને બદલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું છે કે આ વાત આ વિસ્તારમાં નવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *