6 મહિનાથી મમ્મીની છેડતી કરનારાને 14 વર્ષની દીકરીએ કરાવી જેલ

Spread the love

અમદાવાદઃ શહેરમાં એક 14 વર્ષની છોકરીએ પોતાની છેડતી કરનારા વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કામમાં છોકરીની માતાએ પણ તેનો સાથ આપ્યો. આરોપી યુવક તેની માતાની પણ છેડતી કરી રહ્યો હતો. શનિવારે શહેરના નહેરુનગર વિસ્તારમાં રહેતી એક 35 વર્ષીય મહિલાએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પાછલા છ મહિનાથી પોતાની અને દીકરીની છેડતી કરતા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

બે બાળકોની માતા ફરિયાદી મહિલાએ જણાવ્યું, મૂળ સુરેન્દ્રનગરનો વતની વિજય વસવેલિયા સતત તેને પરેશાન કરતો અને કોઈને કહેવા પર બદનામ કરવાની ધમકી આપતો. મહિલાએ કહ્યું કે શનિવારે રાત્રે જ્યારે આરોપીએ તેની છોકરીની પણ છેડતી કરી ત્યારે તે ફરિયાદ નોંધાવવા માટે મજબૂર થઈ ગઈ.

મહિલા પોતે પણ સુરેન્દ્રનગરની છે અને શહેરમાં પોતાનો કેટરિંગ બિઝનેસ ચલાવે છે. તેના કહેવા મુજબ એક ઈવેન્ટમાં તે કેટરર હતી ત્યારે આરોપી સાથે તેની મુલાકાત થઈ હતી. થોડા સમયમાં આરોપી તેના ઘરે આવવા લાગ્યો. શુક્રવારે સાંજે વિજયે તેને ફોન કર્યો અને મળવાની ઈચ્છા દર્શાવી. આરોપીએ કહ્યું કે તે ઘરે એકલી હશે કારણ કે તેનો દીકરો સુરેન્દ્રનગર ગયો હશે. જ્યારે મહિલાએ મળવાની ના પાડી તો વિજયે તેને બદનામ કરવાની ધમકી આપી. મહિલાએ કહ્યું કે તેને આરોપી પોતાની માગણીઓ પુરી કરવા માટે તેને દબાણ કરતો.

શુક્રવારે રાત્રે વિજય ફરિયાદી મહિલાના ઘરે પહોંચ્યો. શનિવારે સવારે પોલીસ મહિલાના ઘરે પહોંચી ગઈ. મહિલાની છોકરીએ પોલીસને જણાવ્યું કે વિજયે તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો. અને પોતાની સુરક્ષા માટે છોકરીએ પોલીસ બોલાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *