ટીવી ના જાનીતા અભિનેતા શિવલેખ સિંઘ લેખીનું અકસ્માતમાં મરણ થયું..

Spread the love

– સસુરાલ સિમર કા ટીવી સિરિયલમાં અભિનય કરતો હતો
– એની કાર સાથે ટ્રક અથડાતાં જીવ ગુમાવ્યો

ટીવી સિરિયલ સસુરાલ સિમર કામાં અભિનય કરનારા બાળ અભિનેતા શિવલેખ સિંઘ લેખીનું છત્તીસગઢના રાયપુર શહેરની ભાગોળે એક માર્ગ અકસ્માતમાં મરણ થયું હતું.

શિવલેખ પોતાનાં માતાપિતા અને અન્ય એક વ્યક્તિ સાથે કારમાં જઇ રહ્યો હતો ત્યારે એની કાર સાથે એક ટ્રક અથડાઇ હતી. આ અકસ્માતમાં શિવરાજે જાન ગુમાવ્યો હતો જ્યારે એેનાં માતાપિતા અને અન્ય વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. હૉસ્પિટલમાં શિવરાજની માતાની સ્થિતિ પણ નાજુક હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું.

રાયપુરના પોલીસ ઇન્સ્પેક્ટર આરિફ શેખે આ સમાચારને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે ધારસિવા નામના વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં શિવલેખનું ત્યાં ને ત્યાંજ અવસાન થયું હતું જ્યારે એની માતા જીવનમરણ વચ્ચે ઝોલાં ખાય છે.

આ બધા બિલાસપુરતી રાયપુર જઇ રહ્યા હતા. અકસ્માત કરનારો ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસ એને શોધી રહી છે. છેલ્લાં દસ વર્ષથી શિવલેખ અને એનાં માતાપિતા મુંબઇમાં રહેતાં હતાં. શિવલેખે સંકટ મોચન હનુમાન, બાલવીર અને સસુરાલ સિમર કા જેવી સિરિલયોમાં સ્વાભાવિક અભિનય દ્વારા લોકપ્રિયતા મેળવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *