હુમલાના વિરોધમાં 17 જુને દેશભરમાં ડોક્ટરોની હડતાળ…

Spread the love

 

 

 

 

 

 

 

 

 

 

 

– પશ્ચિમ બંગાળમાં દર્દીનું મોત થતા વિફરેલા પરિવારે ડોક્ટરોની પીટાઇ કરી
– પશ્ચિમ બંગાળમાં મમતા સરકારથી નારાજ 300થી વધુ ડોક્ટરોના રાજીનામા

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દિલ્હી, મુંબઇ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ સહિતના રાજ્યમાં ડોક્ટરોના ધરણા, કામ કરવાનો ઇનકાર કર્યો :

ડોકટરોની હડતાળ મુદ્દે કોલકાતા હાઇકોર્ટની પણ મમતા સરકારને ફટકાર, નારાજ ડોકટરોને મનાવી લેવા આદેશ

કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર પાસે ડોકટરોની સુરક્ષા માટે લીધેલા પગલાની માહિતી માગી

ગુજરાત, તા. 15 જૂન, 2019, શનિવાર

હાલમાં પશ્ચિમ બંગાળમાં ડોકટરોની હડતાળ ચાલી રહી છે. જેના કારણે રાજ્યમાં વિવાદ ચાલી રહ્યો છે. અહીંયા એક જુનિયર ડોકટર સાથે દર્દીઓએ ગેરવર્તણૂક કરતા રાજ્યના ડોકટરો હડતાળ પર ઉતરી ગયા છે.

અહીંના ડોક્ટરો  સુરક્ષાની માગ કરી રહ્યા છે. મમતા બેનર્જીએ આ હડતાળ પાછળ ભાજપને જવાબદાર ગણાવ્યો છે અને ડોક્ટરોને તાત્કાલિક કામ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.  પશ્ચિમ બંગાળના ડોક્ટરોની હડતાળને દેશના અન્ય રાજ્યના ડોક્ટરો પણ સમર્થન આપી રહ્યા છે. દિલ્હી, મુંબઇ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશના ડોક્ટરોએ પણ આજે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

બંગાળમાં મમતા સરકારથી નારાજ ચાલી રહેલા ૩૦૦થી વધુ ડોક્ટરોએ રાજીનામા આપી દીધા છે. આ દરમિયાન ડોક્ટરોની હડતાળ મુદ્દે કોલકાતા હાઇકોર્ટ પણ મમતા સરકારની ટીકા કરી છે. હાઇકોર્ટે મમતા સરકારને આદેશ આપ્યો છે કે તે તરત જ નારાજ ડોક્ટરો સાથે વાત કરે અને જણાવે કે તેણે ડોક્ટરોની સુરક્ષા માટે ક્યાં પગલા લીધા છે.

આ દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન(આઇએમએ)એ આજે જણાવ્યું છે કે ૧૭ જૂને દેશના તમામ ડોક્ટરો હડતાળ પર જશે. આ દરમિયાન ફક્ત ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રહેશે.

આઇએમએએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમે ડોક્ટરોની સુરક્ષા ઇચ્છીએ છીએ. કોલકાતામાં મેડિકલના વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા છે. સડકો પર હિંસા શરૂ થઇ ગઇ છે. અમે ઇચ્છીએ છીએ કે સમાજ અમારી સાથે આવે.

અમે ઇચ્છીએ છીએ કે પશ્ચિમ બંગાળમાં હુમલો કરનારાઓને સજા મળે. હોસ્પિટલમાં હિંસાની વિરુદ્ધ કેન્દ્રીય કાયદો અમલમાં આવે. અમે જાહેરાત કરીએ છીએ ૧૭ જૂને સમગ્ર દેશમાં ડોક્ટરો હડતાળ પર જશે અને ફક્ત ઇમરજન્સી સેવા ચાલુ રહેશે. આ હડતાળમાં ખાનગી હોસ્પિટલો પણ જોડાશે.

૧૭ તારીખે સવાર ૬ વાગ્યાથી લઇને ૧૮ તારીખે સવારે ૬ વાગ્યા સુધી હડતાળ ચાલુ રહેશે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય ડો. હર્ષવર્ધને હડતાળ માટે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને જવાબદાર ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે મમતા ડોક્ટરોને ધમકી આપી રહ્યાં છે. ડો. હર્ષવર્ધન મમતા બેનર્જીને પત્ર લખી ડોક્ટરોની માગોને ધ્યાનમાં લઇ હડતાળ સમાપ્ત કરાવવાનું જણાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *