હવે જાણો વિદ્યાર્થી કરશે આ ભૂલો તો ભોગવશે એનું પરિણામ સ્કૂલ..

Spread the love

 

 

 

 

 

 

 

 

અમદાવાદ: સ્કૂલમાં ટુ-વ્હીલર લઈને આવતા વિદ્યાર્થી પાસે લાઈસન્સ હશે પરંતુ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો શહેરની શાળાઓમાં પ્રવેશ નહીં મળે. ટૂંક સમયમાં જ અમદાવાદની શાળાઓની બહાર બેનર લગાવી દેવાશે કે ‘હેલ્મેટ નહીં તો એન્ટ્રી નહીં’. રાજ્યનું શિક્ષણ વિભાગ તાત્કાલિક અસરથી આ નવા નિયમને લાગુ કરવા માટે પ્રયત્નશીલ છે. આ અંગેનો પરિપત્ર અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ સ્કૂલોને મોકલી દેવાયો છે.

જો આ નિયમનો ભંગ થશે તો સ્કૂલ મેનેજમેન્ટને જવાબદારી ઉઠાવવી પડશે. જે સ્કૂલમાં નિયમ તોડનાર પકડાશે ત્યાં એક દિવસનો લઘુત્તમ દંડ 500 રૂપિયા ભરવો પડશે. દંડની રકમ 25,000 રૂપિયા સુધી વધી શકે છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું, સ્કૂલે જતાં 30 ટકા વિદ્યાર્થીઓ વાહન પર અવરજવર કરે છે અને તેમાંના અડધાથી વધુ વિદ્યાર્થીઓ હેલ્મેટ નથી પહેરતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અમદાવાદના DEO આર. સી. પટેલે કહ્યું, “સ્કૂલે જતા બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાના શહેર પોલીસ કમિશનરના નિર્દેશ બાદ નવો નિયમ બનાવાયો છે. અમે અમદાવાદની દરેક સ્કૂલના પ્રિન્સિપાલને પત્ર મોકલીને આદેશ આપ્યો છે કે નિયમોનું બરાબર પાલન થવું જોઈએ.” કિશોર વયના જે બાળકો શાળામાં ટુ-વ્હીલર લઈને આવતાં હશે તેમને પણ શાળાના પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *