સુરત ની લેડી ડોન ભૂરી ની દીવ માં દાદાગીરી, હથિયાર સાથે ધરપકડ થઇ..

Spread the love

પોતાની દાદાગીરીને કારણે ચર્ચામાં રહેતી સુરતની ભૂરી ડોન ઉર્ફે અસ્મિતા ગોહિલ સુરત બાદ હવે દીવમાં પણ દાદાગીરી કરી રહી છે. સુરતના વરાછા વિસ્તારમાં ધોળા દીવસે આતંક મચાવનારી ભૂરીની દીવમાં ધરપકડ કરવામાં આવી છે. દીવના નાગવા બીચ પર ભૂરી ડોન અને તેનો મિત્ર પ્રકાશ બાંભણીયાનો કોઇ બાબતે ઝઘડો થયો હતો.

ગયા વર્ષે સુરતમાં ગુંડાગીરી કરનારી ભૂરી દીવના ફેમસ નાગવા બીચ પર પોતાના ફ્રેન્ડ સાથે ફરવા ગઇ હતી, ત્યારે આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને એટલો ઝઘડો થયો હતો કે, ભૂરીના ફ્રેન્ડના હાથ પર ઇજા પણ થઈ હતી, જેથી દીવની પોલીસે ભૂરી અને તેના ફ્રેન્ડ પ્રકાશની ધરપકડ કરી હતી. પહેલા પોલીસે બંનેને સમાધાન માટે સમજાવ્યા હતા, પરંતુ બંને ન માનતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને તપાસમાં ભૂરી પાસે એક ચપ્પુ પણ મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં પણ સુરત પોલીસે ભૂરીની ધરપકડ કરી હતી. ગયા વર્ષે ધુળેટીના દીવસે નશાની હાલતમાં હથિયારો લઈ આતંક મચાવનાર લેડી ડોન ભૂરીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ભૂરી તેના સાગરીત સાથે ખૂલ્લી તલવાર લઈને રસ્તા પર ફરી રહી હતી અને વરાછા વિસ્તારમાં એક પાનના ગલ્લા વાળાને ધમકાવી રહી હતી. આ સિવાય ભૂરીએ પાનના ગલ્લાની બહાર જે લોકો ઉભા હતા, તેમને પણ તલવાર બતાવીને ભગાવી દીધા હતા. આ ઘટનાના CCTV વાયુવેગે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *