શું તમારી પાસે સ્માર્ટ ટીવી છે?? તો ખાસ ધ્યાન રાખો હેક થઇ રહિયા છે, ટીવી જાણો આ ઘટના..

Spread the love

ગુજરાતના સુરતમાં સ્માર્ટ ટીવી હેક કરી બેડરૂમની અંગત પળનો વિડીયો બનાવાયાનો અને તેને ઈન્ટરનેટ પર અપલોડ કરવાનો મામલો સામે આવ્યો છે. સુરતમાં છેલ્લા બે દિવસમાં સ્માર્ટ ટીવીથી અંગત પળોની જાસૂસીના બે મામલા સામે આવ્યા છે.

આ ઘટનાઓમાં હેકરે કોઈ સિસ્ટમ વિના જ બેડરૂમમાં લાગેલા સ્માર્ટ ટીવીને હેક કરી પહેલા કપલની અંગત પળોનો વિડીયો બનાવ્યો. તે પછી આ વિડીયોને ઈન્ટરનેટ પર અપલોડ કરી દીધો. દંપતીને મામલાની જાણકારી એ સમયે થઈ જ્યારે તેમણે ઈન્ટરનેટ પર પોતાની અંગત પળોનો વિડીયો જોયો. આ વિડીયો જોયા બાદ તે ચોંકી ગયા. તેમણે આ મામલે સાઈબર એક્સપર્ટની મદદ લીધી.

સાઈબર એક્સપર્ટે ટેકનિકલ રીતે આ વિડીયોને ઈન્ટરનેટ પરથી ડિલીટ કરી દીધા. આ ઘટના બાદ લોકોમાં ભય ફેલાઈ ગયો છે. એટલું જ નહીં, જે લોકો પાસે સ્માર્ટ ટીવી છે તેઓ સાઈબર એક્સપર્ટની મદદ પણ લઈ રહ્યા છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવાઈ નથી.

સાઈબર એક્સપર્ટસ મુજબ, બેડરૂમમાં લાગેલા મોટાભાગના સ્માર્ટ ટીવીને ઈન્ટરનેટ દ્વારા ચલાવાય છે. એ કારણે ટીવીમાં લાગેલા સોફ્ટવેરને કારણે હેકર તેને હેક કરી લે છે. તમે ટીવીમાં જો કોઈ એપ ડાઉનલોડ કરી છે, તો તેનું એક્સેસ પણ હેકરની પાસે પહોંચી જાય છે. તેનાથી તેઓ સીધા તમારા સ્માર્ટ ટીવીનું એક્સેસ મેળવી લે છે. ટીવી ઈન્ટરનેટ દ્વારા કનેક્ટ થવાથી હેકર તેના ફ્રન્ટ કેમેરા દ્વારા વિડીયો અને તસવીરો મેળવી લે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *