લલિત વસોયાએ સરકાર પર કર્યા આકરા પ્રહારો, મગફળીની ખરીદીને લઈને..

Spread the love

રાજ્યમાં કમોસમી વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવી પડી રહ્યો છે. રાજ્યમાં ઘણા ખેડૂતોના પાક વરસાદના કારણે પલળી ગયા છે. વરસાદમાં પલળેલા પાકનો સર્વે કરીને ખેડૂતોને વહેલામાં વહેલી તકે વળતર ચૂકવવાની સુચના સરકાર દ્વારા વિમા કંપનીઓને આપવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસ પણ સરકાર પર ખેડૂતોના મુદ્દાને લઇને આકરા પ્રહારો કરી રહી છે. કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ સરકારને ખરીદી સમયે ખેડૂતોની મગફળીની ગુણવત્તામાં ઘટાડો કરીને વધુમાં વધુ ખેડૂતોની મગફળીની ખરીદી કરવાની માંગ કરી હતી.

લલિત વસોયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દિવસમાં 20 ખેડૂતોની મગફળી ખરીદવામાં આવે તો 1 વર્ષ સુધી ધોરાજી તાલુકાના ખેડૂતોની મગફળી અને દોઢ વર્ષ સુધી ઉપલેટાના ખેડૂતોની મગફળીની ખરીદી ચાલે. ક્યાંક ને ક્યાંક સરકારની નીતિ ખેડૂતોને હેરાન કરવી હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. મગફળીની જે ગુણવત્તા છે, તે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ઘટી છે. એટલે સરકારે ગુણવત્તાની અંદર થોડો ફેરફાર કરીને અનેક ખેડૂતોની મગફળીની ખરીદી કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારે જે ગુણવત્તા નક્કી કરી છે, તે ગુણવત્તાની મગફળી જો ખેડૂતની પાસે હોય તો ખેડૂતો સરકારના ટેકાના ભાવ કરતા ઊંચા ભાવે બજારમાં મગફળી વેંચી શકે પરંતુ સરકારની આ નીતિના કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ સમાન છે.

ઉલ્લેખનીય છે કે, પાક વીમાના સર્વે બાબતે કૃષિ મંત્રી આર. સી. ફળદુના નીવેદન પર કોંગ્રેસના ટંકારાને ધારાસભ્ય લલિત કગથરાએ નિવેદન આપતા સરકાર પર આંકરા પ્રહાર કર્યા હતા. ધાસસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, મોઢામાં આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે, ત્યારે સરકાર જાહેરાત કરે છે કે, અમે 150 કરોડ આગળના ચૂકવ્યા છે અને કૃષિ મંત્રી આર. સી. ફળદુ એમ કહે છે કે, અમે સર્વે કરાવીશું. હવે કેનો સર્વે કરાવવો છે તમારે તમારી પાસે રેકોર્ડ નથી કે, બે ઇંચ વરસાદ પડ્યો છે. તમે ખેડૂતના દીકરા નથી કે, તમને ખબર નથી કે, બે ઇંચ વરસાદના માવઠાની અંદર મગફળી બધી પલળી જાય, મગફળીનો ભૂકો અને પશુધન માટે રાખવામાં આવેલો ચારો નાશ પામે એ તમને ખબર નથી. તો સર્વે કરવા કરતા તમે ઈન્સ્યોરન્સ કંપનીને ફોર્સ કરો કે, 100% વીમો જાહેર કરો અને બધી સર્વે કરવાની પીંજણ બંધ કરીદો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *