બોલિવુડ એક્ટ્રેસે પ્રેગ્નેન્સીના 9મા મહિનામાં કરાવ્યું ફોટોશૂટ પાણીની અંદર, જુઓ ફોટોઝ..

Spread the love

બોલિવુડ એક્ટ્રેસ સમીરા રેડ્ડી ટૂંક સમયમાં જ બીજી વખત મા બનવાની છે. સમીરા હાલ પ્રેગ્નેન્સી પીરિયડ માણી રહી છે. સમીરાએ સોશિયલ મીડિયા પર બેબી બંપ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. હવે સમીરાએ અંડર વોટર ફોટોશૂટ કરાવ્યું છે. સમીરા રેડ્ડીએ પાણીની અંદર ફોટોશૂટ કરાવ્યું છે.

એક તસવીરમાં સમીરા રેડ્ડી ગ્રીન કલરની બિકિનીમાં જોવા મળે છે. સમીરા પાણીની અંદર બેબી બંપ દર્શાવતી જોવા મળી. તો બીજી એક તસવીરમાં સમીરા રેડ્ડી ગુલાબી રંગની બિકિનીમાં જોવા મળી.

સમીરાએ લખ્યું, “હું 9મા મહિને મારા બેબી બંપની સુંદરતા સેલિબ્રેટ કરવા માગુ છું. આ એ વખત હતો જ્યારે અમે ખૂબ થાકેલા, પરેશાન, ભયભીત અને એક્સાઈટેડ હતા. આ સૌથી મોટું અને ખૂબસુરત છે. હું તમારી સાથે આ અનુભવ શેર કરવા માગુ છું.”

થોડા દિવસ પહેલા જ સમીરા રેડ્ડીનું સીમંત યોજાયું હતું. બેબી શાવરમાં સમીરા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળી હતી. બેબી શાવરમાં સમીરાએ પીળા અને લાલ રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. સમીરાએ સાડી સાથે હેવી જ્વેલરી અને વાળમાં બન બનાવીને વેણી લગાવી હતી. સમીરાની ડયૂ ડેટ જુલાઈમાં છે. સમીરાએ 2014માં બિઝનેસમેન અક્ષય વરડે સાથે લગ્ન કર્યા હતા. તેમના ઘરે 25 મે 2015મા રોજ પહેલા સંતાનનો જન્મ થયો.

સમીરાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, પહેલી પ્રેગ્નેન્સીમાં તેને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. તેણે કહ્યું હતું કે, પહેલા તે પણ કરીનાની જેમ હોટ લાગતી હતી પરંતુ પ્રેગેન્સી બાદ વજન ખૂબ વધી ગયું હતું. સમીરાને પહેલી પ્રેગ્નેન્સી બાદ લગભગ 4-5 મહિના સુધી ડૉક્ટરે બેડ રેસ્ટ કરવાની સલાહ આપી હતી. સમીરાએ કહ્યું હતું કે, “પ્રેગ્નેન્સી બાદ મને પ્લેસેંટા પ્રેવિયા થઈ ગયો હતો. એક એક્ટ્રેસ હોવાના કારણે ફિટ રહેવાનું ઘણું જ પ્રેશર હતું. અને વજન વધી જતાં આ પ્રેશર પણ વધી ગયું.”

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *