ફાઇનલ વર્લ્ડ કપની મેચમાં એક પોર્નસાઈટ માટે મહિલા ઉતારવા લાગી કપડા..

Spread the love

ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાયનલમાં ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની વચ્ચે દર્શકોનો શ્વાસ થંભાવનાર મેચ રમાઈ. ક્રેકિટે વર્લ્ડ કપના ઈતિહાસમાં કદાચ જ આવી રોમાંચક મેચ રમાઈ હશે. સોમવારે લંડનના લોર્ડ્સના મેદાનમાં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો અને તે સાથે જ વર્લ્ડ કપનો એક નવો વિજેતા પણ મળી ગયો.

જોકે, ફાયનલ મેચમાં બંને ટીમોના ખેલાડીઓના પ્રદર્શન ઉપરાંત એક એવી ઘટના બની, જેણે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. વાત જાણે એમ છે કે, મેચ દરમિયાન એક મહિલા સ્ટ્રીકરે મેદાનમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો. થોડી મિનિટો સુધી તો આ મહિલાએ સુરક્ષાકર્મીઓને ખૂબ જ હંફાવ્યા.

રિપોર્ટ્સ અનુસાર, મહિલા સ્ટ્રીકરનું નામ એલેના વુલિત્સકી છે, જે એડલ્ટ વેબસાઈટ માટે જાહેરાત કરે છે. એક એડલ્ટ વેબસાઈટ તેના દીકરાની જ છે. જોકે, મહિલાને સુરક્ષાકર્મીઓએ તરત જ પકડી લીધી અને મેદાનમાં સ્ટ્રિપ કરવાના તેના પ્રયત્નને નિષ્ફળ બનાવ્યો હતો.

આ મહિલા લોકપ્રિય યૂટ્યૂબર વિટલી ડોરોવેટ્સની મમ્મી છે, જે એક એડલ્ટ પોર્ન પ્રેકિંગ વેબસાઈટ ચલાવે છે. મહિલા સ્ટ્રીકર પોતાના દીકરાની પોર્ન વેબસાઈટ તરફ સૌનું ધ્યાન ખેંચવા માગતી હતી અને તે આવું કરવામાં થોડા હદ સુધી તે સફળ પણ રહી. વિટલી ડોરોવેટસિકીમાં મમ્મીએ બ્લેક સ્વિમસૂટ પહેર્યું હતું અને તે સ્ટેન્ડ કૂદીને પિચ પર પહોંચવાનો પ્રયત્ન કરી રહી હતી. ખૂબ જ મુશ્કેલીથી સુરક્ષાકર્મીઓએ તેને ગેમમાં વિક્ષેપ પાડવાથી અટકાવી હતી.

થોડાં મહિના પહેલા વિટલીની ગર્લફ્રેન્ડ કિન્સે વોલાંસકી પણ ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં સ્ટ્રીકિંગ દ્વારા રાતોરાત સ્ટાર બની ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *