પૂર્વે C.M ચંદ્રબાબુ નાયડુની એરપોર્ટ પર કરાઈ તલાશી, ન મળી VIP સુવિધા પણ

Spread the love

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્ર નાયડુની શુક્રવારે મોડી રાતે ગન્નવરમ એરપોર્ટમાં તલાશી લેવામાં આવી. નાયડુને વિમાન સુધી જવા માટે રાજ્ય સરકારે વીઆઈપી સુવિધા પરત લીધી જેના કારણે ચંદ્રબાબુ નાયડુને સામાન્ય મુસાફરો જોડે બસમાં મુસાફરી કરવા માટે મજબુર થવું પડ્યું. એક સુરક્ષા ગાર્ડ પ્રવેશ દ્વારમાં નાયડુની તલાશી લેતા જોવા મળ્યો હતો.

ચેકિંગ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ટીડીપી નેતા ચિન્ના રાજપ્પાએ કહ્યુ કે અધિકારીનું વલણ અપમાનજનક જ નહિ પરંતુ તેમણે ચંદ્રબાબુ નાયડુની સુરક્ષા સાથે પણ સમજૂતી કરી કારણકે તેમને ઝેડ શ્રેણીની સુરક્ષા મળી છે. તેમણે કહ્ય કે પહેલા ક્યારેય નાયડુને આ રીતની સ્થિતિનો સામનો કરવો નથી પડ્યો. ચિન્નાએ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે નાયડુની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી.

 

 

આ મામલે ટીડીપી નેતા અને આંધ્ર પ્રદેશના પૂર્વ ગૃહ પ્રધાન ચિન્ના રજપ્પાએ જણાવ્યુ કે, એરપોર્ટ પર અધિકારીઓનું વલણ અપમાનજનક હતુ. એમણે કહ્યું કે, નાયડુને ભૂતકાળમાં ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. એમણે ચંદ્રબાબુ નાયડુને રાજ્ય અને કેન્દ્ર સરકાર પુરતા પ્રમાણમાં સુરક્ષા પુરી પાડે એવી માગ પણ કરી છે.

ટીડીપીએ આરોપ લગાવીને કહ્યુ કે ભાજપ અને વાયએસઆર કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) ખોટુ કરી રહ્યા છે. ટીડીપી પ્રમુખ હવે વિરોધ પક્ષના નેતાની ભૂમિકામાં છે. આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તેમે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ચૂંટણીમાં જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆરસીપીએ જોરદાર કમબેક કરીને સત્તા મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *