નાની ઉંમરે માતા બન્યા બાદ તેના નવજાત શિશુનું મોત, જાણો..

Spread the love

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

લિંબાયત વિસ્તારની 16 વર્ષીય ગર્ભવતી તરૂણીએ નવી સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો જોકે તેની બાળકી મોતને ભેટયા બાદ પોલીસ દોડતી થઇ ગઇ હતી.

નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં રહેતી 16 વર્ષ રાખી (નામ બદલ્યું છે) ગઈ તારીખ 18મી તકલીફ તથા સારવાર માટે તેના પરિવારજનો તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં ડોક્ટર દ્વારા વિવિધ પરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે રાનીને છ માસનો ગર્ભ હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ સાંભળીને તેના પરિવારજનો ચોકી ઉઠ્યા હતા બાદમાં બીજે દિવસે રાનીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો જોકે બાળકીની હાલત નાજુક હોવાથી એને આઈ.સી.યુમાં દાખલ કરી હતી બાદમાં વોર્ડના ડોક્ટરે સિવિલ પોલીસ ચોકીના પોલીસને એમએસસી કરાવી જાણ કરી હતી અને સિવિલના પોલીસે લિંબાયત પોલીસને આ અંગે જાણ કરી હતી.

દરમિયાન આજે સવારે રાનીનું નવજાત શિશુનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી આ બનાવને લીધે લિંબાયત પોલીસ દોડતી થઈ ગઈ અને કેસ અંગે મૂંઝવણમાં મુકાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *