જાણો હવે 5 વર્ષ સુધી મા નહી પડે ડીઝલ ની જરુર આ 6 જિલ્લાઓને।

Spread the love

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દેશમાં વાહનોના ધુમાડાને લઇને દિન-પ્રતિદિન પ્રદુષણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ પ્રદુષણને અટકાવવા માટે સરકાર નવા નવા નિયમોને અમલમાં મુકી રહી છે. ત્યારે હવે દેશનું એક રાજ્ય એવું છે કે, જેના 6 જિલ્લાઓને આવનારા 5 વર્ષોમાં ડીઝલ મુક્ત બનાવવા માટે પહેલ કરી છે. નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર, નાગપુર, ભંડાર, ગોંડિયા, ચંદ્રપુર, ગડચિરોલી અને વર્ધાને ડીઝલ ફ્રી બનાવવાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

નેશનલ કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આ જિલ્લાઓમાં પાંચ વર્ષ સુધી ડીઝલનું એક પણ ટીપું નહીં મળશે. આ થોડું મુશ્કેલ કામ છે, પણ મેં ટ્રકો અને બસોને CNG કરવા માટે 6 ફેક્ટરીઓની સ્થાપના કરી છે અને હાલ આ જગ્યા પર 50 CNG બસો ચાલી રહી છે. આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે ભંડોળના વૈકલ્પિક સ્ત્રોતની શોધ કરવી જોઈએ. બેંકો સિવાય પણ નાણાકીય ધિરાણ માટે વૈકલ્પિક સ્ત્રોતની તપાસ કરવી જોઈએ. છેલ્લા પાંચ વર્ષના સમયમાં પરિવહન ક્ષેત્રમાં લગભગ 17 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

આ બાબતે તેમણે ખાનગી ક્ષેત્ર પાસેથી સમર્થન પણ માગ્યું છે. તેમણે ખાનગી ઉદ્યોગોને લઇને કહ્યું છે કે, કેન્દ્ર સરકાર કોઈ પણ ઉદ્યોગને બંધ કરવા માટેની યોજનાઓ નથી બનાવી રહી, પરંતુ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવા જોઈએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, MSME ક્ષેત્રમાં દેશની પ્રગતિ માટે વિકાસ અને ક્ષમતાની મોટી સંભાવનાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *