જાણો બની ફરીથી આ ઘાટના દિલ્હી ની અંદર લોકનાયક હોસ્પિટલમાં ડોક્ટરોને માર્યા.

Spread the love

  • હડતાળની જાહેરાત કરવામાં આવી
  • આવી ઘટનાઓ સતત વધી રહી છે

કોલકાતામાં એક ડૉક્ટરની મારપીટ પછી દેશભરમાં પડેલા એના પડઘા શમ્યા નથી ત્યાં હવે પાટનગર નવી દિલ્હીની લોકનાયક હૉસ્પિટલના એક ડૉક્ટરની મારપીટ કરવામાં આવતાં ફરી એકવાર ડૉક્ટરો હડતાળ પર જાય એવી શક્યતા સર્જાઇ ગઇ હતી.

આ ઘટના રવિવારે રાત્રે બની હતી જેના પગલે સોમવારે સવારે ડૉક્ટરોએ હડતાળની જાહેરાત કરી હતી. ઘટનાની વિગત એવી છે કે રવિવારે રાત્રે સાડા અગિયારની આસપાસ ઇમર્જન્સી વોર્ડમાં એક વ્યક્તિને લાવવામાં આવી હતી. એની સારવાર ચાલુ હતી ત્યારે એ વ્યક્તિના સગાંસંબંધીઓને ડૉક્ટર સાથે બોલાચાલી થઇ હતી. એના પગલે એ લોકોએ ડૉક્ટર સઉદ મલિક પર હુમલો કર્યો હતો અને ડૉક્ટરને મારપીટ કરી હતી. ડૉક્ટર મલિકને પેટ, ગરદન, ચહેરો અને મસ્તક પર નાની મોટી ઇજા થઇ હતી.

આ સમાચાર મળતાં દિલ્હીની જીબી પંત હૉસ્પિટલના ડૉક્ટરો એ પણ હડતાળ પર ઊતરવાની જાહેરાત કરી હતી. હુમલાખોરોની ધરપકડ ન થાય ત્યાં સુધી આ હડતાળ ચાલુ રહેશે એવી જાહેરાત ડૉક્ટરો તરફથી કરવામાં આવી હતી.

આજે સવારે લોકનાયક હૉસ્પિટલ તરફથી પોલીસને વિધિસર ફરિયાદ લખાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *