આ રાષ્ટ્ર્રપતિના એક કલાકના ભાષણ વચ્ચે 24 મિનિટ સુધી PUBG ગેમ માં ખોવાયેલા રાહુલ ગાંધી

Spread the love

 

 

 

 

 

 

 

 

 

 

 

 

  • સુરત, તા.20 જૂન 2019, ગુરૂવાર

સંસદ સભ્યો સમક્ષ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ દરમિયાન મોબાઈલમાં ખોવાયેલા રહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિ કોવિંદે એક કલાકના ભાષણ દરમિયાન મોદી સરકારનો આગામી પાંચ વર્ષનો રોડ મેપ સંસદ સભ્યો સમક્ષ મુક્યો હતો ત્યારે પહેલી 24 મિનિટ રાહુલ ગાંધી મોબાઈલમાં કશું ટાઈપ કરતા નજરે પડી રહ્યા હતા. એ પછી 20 મિનિટ સુધી તેઓ પોતાની બાજુમાં બેઠેલા સોનિયા ગાંધી સાથે વાતચીત કરતા નજરે પડયા હતા.

રાષ્ટ્રપતિના વક્તવ્ય દરમિયાન એક પણ વખત રાહુલ ગાંધી પાટલી થપથપાવી નહોતી. ભાષણ પુરુ થયુ ત્યારે તેમણે બેન્ચ પર ગણતરીની સેકન્ડો માટે હાથ મુકયો હતો. જોકે સોનિયા ગાંધીએ સંસદમાં આ વખતે સૌથી વધુ મહિલા સાંસદો અને મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરરિસ્ટ જાહેર કરવાના મુદ્દે બેન્ચ થપથપાવીને સમર્થન આપ્યુ હતુ. ઉરી સર્જિકલ સ્ટ્રાઈક અને બાલાકોટ એર સ્ટ્રાઈકનો ઉલ્લેખ થયો ત્યારે પણ સોનિયા ગાંધી સહિત મોટાભાગના સાંસદોએ બેન્ચ થપથપાવી હતી. તે વખતે પણ રાહુલ મોબાઈલમાં મશગૂલ રહ્યા હતા.

રાહુલ ગાંધી સામે સોનિયા ગાંધીએ આ દરમિયાન ઘણી વખત જોયુ પણ હતુ. જોકે રાહુલ મોબાઈલમાં વ્યસ્ત દેખાયા હતા. રાહુલ ગાંધી મંચ પરની તસવીરો પાડીને સોનિયા ગાંધીને બતાવવામાં વધારે વ્યસ્ત જોવા મળ્યા હતા.

ભાષણ પુરૂ થયુ ત્યારે રાહુલ ગાંધી ચાલવા માંડ્યા હતા. સોનિયા ગાંધીએ તેમને ઈશારો કરીને રોક્યા હતા અને કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ અભિવાદન કરવા આવી રહ્યા છે. એ પછી રાષ્ટ્રપતિ સાથે રાહુલ ગાંધીએ હાથ મિલાવ્યો હતો.

જોકે રાહુલના આ વ્યવહારની ટીકા પણ થઈ રહી છે. કારણકે તમામ સંસદ સભ્યો ભાષણ સાંભળવામાં વ્યસ્ત હતા ત્યારે કદાચ એક માત્ર રાહુલ ગાંધી જ મોબાઈલ પર વ્યસ્ત હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *