આ યુવાને પોલીસ ચોકીનાં દરવાજે પીધી દવા.., જાણો આ ઘટના નું કારણ

Spread the love

જામનગરમાં ખંભાળિયા ગેટ પોલીસ ચોકી બહાર યુવાને દવા પીધાની ઘટના સામે આવી છે. જામનગરના કિશાનચોક વિસ્તારમાં રહેતા વિજય નાખવા નામના યુવાને પોલીસે અરજીના કામે બોલાવ્યો હતો. આ પૂર્વે આ યુવાનને પોલીસ દ્વારા માર મારવામાં આવશે તેવી બીકથી પોલીસચોકી બહાર જ માંકડ મારવાની દવા ગટગટાવી લેતા વાતાવરણ તંગ બની ગયું હતું.

પ્રાપ્ત થતી વિગત મુજબ તાજેતરમાં વિજયના પરિવારમાં પારિવારિક તેના ભાભી અને પરિવારજનો વચ્ચે ડખ્ખો હતો. જેની પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અરજીના કામે પોલીસ દ્વારા થતી કાર્યવાહીથી ગીન્નાયો હતો.અને આજે રાત્રે ખંભાળિયા ગેટ પોલીસ ચોકી પાસે આ યુવાન પહોંચ્યો હતો. અને પોલીસચોકી બહાર જ દવા ગટગટાવી લીધી હતી. આ ઘટનાને પગલે યુવાનના પરિવારજનોએ તાબડતોબ વિજયને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. જ્યાં વિજય નાખવાની સારવાર ચાલી રહી છે.

દવા ગટગટાવવાની ઘટના પૂર્વે વિજયે પોલીસની અવારનવાર બોલાવવામાં આવતા આ કાર્યવાહીથી કંટાળી ગયો હોવાનું સોશિયલ મીડિયામાં વીડિયો મારફતે પણ કર્યું છે. ત્યારે આ ઘટનાએ જામનગરમાં ભારે ચર્ચા જગાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *