જાણો આ ટીચર 13 વર્ષના વિદ્યાર્થી સાથે માણી રહી હતી સેક્સ, પેરેન્ટ્સે એપની મદદથી પકડી.

Spread the love

અમેરિકાના એરિઝોનામાં એક વિકૃત શિક્ષિકાએ ભારે ચકચાર જગાવી હતી. આ શિક્ષિકા તેની સ્કૂલના તેર વર્ષના બાળક સાથે સ્કૂલ અને કારમાં સેક્સ કરતી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. આ તો ઠીક શિક્ષિકા તેર વર્ષના બાળકને અશ્લિલ મેસેજ પણ મોકલતી હતી. ઘણા સમયથી ચાલી રહેલી આ હરકત પ્રકાશમાં ત્યારે આવી જ્યારે તેર વર્ષના માતા-પિતાએ એક એપના માધ્યમથી તેમના બાળકના મેસેજ ટ્રેક કર્યા.

જોકે અઠ્યાવીસ વર્ષની આ શિક્ષિકાને એરિઝોનાની કોર્ટે વીસ વર્ષની સજા ફટકારી દીધી છે અને હાલમાં તે જેલની હવા ખાઈ રહી છે. જોકે કોર્ટમાં બ્રિટની નામની આ પરિણિત શિક્ષિકાએ કહ્યું હતું કે તે એક સારી વ્યક્તિ છે અને તેના કારણે સમાજને કોઈપણ પ્રકારનો ખતરો નથી.ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત તો ત્યારે બની જ્યારે શિક્ષિકાએ કોર્ટમાં એવું કહ્યું કે જેલમાં તે નવી ડિગ્રી હાંસલ કરવા માગે છે, જેથી બહાર આવીને તે નવું જીવન જીવી શકે.

જોકે કોર્ટે આ કેસમાં સ્પષ્ટ સૂચના આપી છે કે સારા વર્તનને કારણે સજામાં થતા ઘટાડાનો નિયમ આ શિક્ષિકાને લાગુ નહીં પડે. એટલે હવે તેણે પૂરા વીસ વર્ષ જેલમાં રહેવું પડશે. જેલમાંથી બહાર આવ્યા પછી તેણે સેક્સ ઑફેન્ડર રજિસ્ટરમાં પણ તેનું નામ દાખલ કરાવવું પડશે.

પીડિત બાળકના માતા-પિતાને આ ઘટનાની શંકા ત્યારે ગઈ જ્યારે બાળકના વર્તનમાં અત્યંત પરિવર્તન આવી ગયું. પરંતુ આ માટે તેમણે સીધા બાળક સાથે વાત ન કરતા પેરેન્ટલ કંટ્રોલ એપથી બાળકના મોબાઈલ પર નજર રાખી અને એ દરમિયાન તેમને ધ્યાનમાં આવ્યું કે શિક્ષિકા બાળકને વિકૃત મેસેજ મોકલી રહી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *